gajeravidyabhavanguj
અભ્યાસમાં આકારોનું મહત્વ
શિક્ષણ થકી જ બાળક પ્રગતિના શિખરે પહોંચે છે. બાળકને પરિપૂર્ણ કરવા માટે અને સુખ સુખમય અને સમૃદ્ધ બનાવવા માટે શિક્ષણ અનિવાર્ય છે. સાચું શિક્ષણએ વિજ્ઞાન અને નૈતિકતાના સુમેળ સમન્વયનું નામ છે. વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય મળે તે હેતુથી પ્રવૃતિમય શિક્ષણ ખૂબ જ જરૂરી છે. તેના અનુસંધાનમાં ધોરણ-૧માં આકારોની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. ગણિત વિષયમાં પ્રકરણ-૧ આકારો અને જગ્યામાં અલગ-અલગ આકારોથી માહિતગાર થયા. મૂર્ત વસ્તુઓના માધ્યમથી વિદ્યાર્થીઓને ચોરસ, લંબચોરસ ત્રિકોણ, અને વર્તુળ વિશેની માહિતી ખૂબ જ સારી રીતે સમજી શક્યા.
આ રીતે બાળકના માનસિક વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જો વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય શિક્ષણ આપવામાં આવે તો તેનો સર્વાંગી વિકાસ થાય છે, અને તેમાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર આવે છે. પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયા વર્ગખંડમાં જળવાઈ રહે છે. શાળામાં વિદ્યાર્થીઓના સામાજિકતા, ઔપચારિકતા, સંવેદનશીલ જેવા કૌશલ્ય તેમજ પ્રવૃતિમય શિક્ષણમાં મહત્વનો ભાગ ભજવે છે.