top of page
  • Writer's picturegajeravidyabhavanguj

અભ્યાસના માળખામાં ક્લબ એક્ટિવિટી નું યોગદાન

“Learning is not the product of teaching

Learning is product of the activity of learners “


શિક્ષણ એ એક ખૂબ જ ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે. યુગોથી માનવજાતે શિક્ષણનું મહત્ત્વ સ્વીકારાયું છે. સભ્ય સમાજની તે અનિવાર્ય જરૂરિયાત છે. શિક્ષણ એ માનવના સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે. “तमसो मा ज्योतिर्गमय” – ના સૂત્ર પ્રમાણે કેળવણી અજ્ઞાનરૂપી અંધકારમાંથી માનવને જ્ઞાનપ્રકાશ તરફ ગમન કરવા પ્રેરે છે. કેળવણી જ માનવમાં રહેલા ઉત્તમાંશોનું આવિષ્કરણ કરી નરને નારાયણ અને નારીને નારાયણી બનાવે છે. આથી જ કેળવણી એ સંસ્કાર શિલ્પ છે. માનવના જીવનમાં પરિવર્તન લાવી માનવની જીવન ધૂપસળીને મહેકતી બનાવે છે. આમ શિક્ષણને સાચા અર્થમાં જોઈએ તો


To Educate – કેળવણી આપવી, કેળવવું.

To Bring up – ઉછેરવું, સંવર્ધન કરવું.

To rise – ઉગાડવું, પેદા કરવું, ઉછેરવું.




આમ, ‘શિક્ષણ’ એટલે ‘પ્રશિક્ષણ’, ‘સંવર્ધન’ અને ‘પથ દર્શન’. શિક્ષણની વ્યાખ્યા ઘણા બધા ચિંતકોએ આપેલી છે. કેળવણીની વ્યાખ્યા આપતા ગાંધીજી કહે છે –“કેળવણી એટલે બાળક અને વ્યક્તિના શરીર, મન અને આત્મામાં રહેલા ઉત્તમાંશો આવિષ્કરણ.” આમ બાળકોને માત્ર પુસ્તકિયા કીડા ન બનાવતા તેમનો સર્વાંગી વિકાસ કરવાનું મહત્વનું કામ એટલે અભ્યાસની સાથે પ્રવૃત્તિઓનું યોગદાન,


“Education should be man making and society making.”

“Education is a process by which child makes its internal external.”


“માનવીને ચારિત્ર્યવાન અને જગતની ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય.”

આમ, કેળવણી એટલે ‘ઘડતર’. તે એક અનંત સાધના છે, જેના દ્વારા માનવ જન્મથી મૃત્યુ પર્યંત વિકાસના માર્ગે સતત પ્રયાણ કરે છે.

આપણે સૌ જાણીએ છીએ તેમ માનવ જીવનમાં મહત્વની જરૂરિયાતોમાં શિક્ષણ પણ એક પાયાની જરૂરિયાત છે. શિક્ષણ પામેલ વ્યક્તિ કોઈ કોઈપણ ક્ષેત્રમાં પાછો પડતો નથી. પોતે મેળવેલ શિક્ષણને પ્રગતિના પંથો સુધી પહોંચી શકે છે. શિક્ષણની સાથે સાથે આપણા વિદ્યાર્થી માનસની અંદર પ્રવૃત્તિઓ પણ હોવી જોઈએ.. શિક્ષણ મહત્વનું છે જ પરંતુ તેમાં સાચો રસ કે રસ ત્યારે જ ઉપજે છે જયારે પ્રવૃત્તિ રૂપી સુગંધ હોય. આમ માત્ર શિક્ષણ થી વિદ્યાર્થીનો વિકાસ ક્યારેક અટકવાનો સંભવ રહે છે.પરંતુ જ્યારે પ્રવૃત્તિ લક્ષી લેશન કે પાઠ શીખીને વિદ્યાર્થી તૈયાર થયા હોય ત્યારે એમના જીવન લક્ષી પરીક્ષામાં પણ સફળતા મેળવી શકે છે. અને સોનામાં સુગંધ ભળે તેમની ઉત્તરોતર પ્રગતિ નિશ્ચિત છે.




આવો એક સુંદર પ્રયાસ આપણી શાળા માં પણ કરવામાં આવ્યો છે. આપણી શાળામાં વિદ્યાર્થીઓને પણ અભ્યાસની સાથે સાથે ક્લબ એક્ટિવિટી ની શરૂઆત કરવામાં આવી. જેના દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે પોતાની મનગમતી ક્લબ પસંદ કરીને એક ક્ષેત્રમાં આગળ વધી શકે છે. આ ક્લબમાં સામાન્ય રીતે ભાષા, ડાન્સ, સ્પોર્ટ્સ, મેથ્સ ક્લબ પબ્લિક સ્ટીકિંગ ક્લબ, બિઝનેસ મેનેજમેન્ટ, ડ્રામા ક્લબ, સાયન્સ ક્લબ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ ક્લબ દ્વારા એક્ટિવિટી દ્વારા વિદ્યાર્થીઓમાં, સર્જનાત્મકતા, સજાગતા, સહકારની ભાવના, સંસ્કાર નું સિંચન,પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ તથા મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપી શકાય છે. બાળકો દર વર્ષે પોતાની મનગમતી ક્લબ પસંદ કરીને અભ્યાસની સાથે ઉત્સાહ પૂર્વક વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

આમ,બાળકોને શિક્ષણ કાર્યની સાથે સાથે તેમનામાં જીવનજીવવા ના નૈતિક મૂલ્યોનું કરવાનો અનેરો પ્રયાસ ગજેરા વિદ્યાભવન માં કરવામાં આવ્યો છે. અને બાળકોના બગીચામાં પાયાથી જ વ્યવસાયિક મૂલ્ય નું સિંચન કરવામાં આવી છે.

Education with activities are about creating leaders for tomorrow.


342 views0 comments
bottom of page