gajeravidyabhavanguj
અનેકતા મે એકતા હી મેરી શાન હૈ , ઇસી લીયે મેરા ભારત મહાન હૈ .
યાદ રખેંગે વીરો તુમકો યે બલિદાન તુમ્હારા હૈ,
હમકો તો ચાંદ સે પ્યારા યે ગણતંત્ર હમારા હૈ.
કાંટો મેં ભી ફૂલ લાયેગે
ઇસ ધરતી કો સ્વર્ગ બનાયે
આવો સબકો ગલે લગાયે
હમ યે ગણતંત્ર દિન મનાયે.
74 માં ગણતંત્ર દિવસ પર ગજેરા શાળા આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. ગણતંત્ર દિવસ આપણા દેશનો એક રાષ્ટ્રીય પર્વ છે. આ પર્વ દરેક ભારતવાસી માટે સન્માન અને ગૌરવ નો પર્વ છે.
ભારતને 15 મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી મળી હતી. પરંતુ દેશ પાસે પોતાનું કોઈ બંધારણ ન હતું. આપણા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન નિર્માણ નું કાર્ય કરવા માટે સમિતિની રચના કરી .આપણું બંધારણ બનાવવા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. આ દિવસ એટલે 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું. જે બાબાસાહેબ ડોક્ટર ભીમ રાવ આંબેડકર એ બનાવ્યું હતું. આપણું સંવિધાન પુરા વિશ્વમાં સૌથી મોટું લેખિત સંવિધાન છે. આજે આ બંધારણને કારણે આપણો દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક છે.
લોકશાહી દેશમાં રહેવું એ આપણા માટે ગર્વની વાત છે. આજે આપણે જે મુક્ત ભારતમાં જીવી રહ્યા છે તે માટે કેટલાય વીરોએ પોતાના પ્રાણોના બલિદાન આપ્યા હતા. આ દિવસે દિલ્હીમાં લાલ કિલ્લા પરથી આપણા વડા પ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધિત કરે છે .
દરેક ભારતીયના રોમ રોમ માં પોતાના દેશ માટે ગૌરવ અને સન્માનની ભાવના રહેલી હોય છે. તેમના શહાદત માટે આજે આપણે ગીતો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું.
તેથી ગજેરા વિદ્યાભવનના કોન્ફરન્સ હોલમાં ધોરણ પ થી ૭ ના વિદ્યાર્થીઓ માટે દેશભક્તિ ગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે દેશભક્તિ ગીત રજૂ કરી વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. અને દરેકના દિલમાં દેશભક્તિની જ્યોત જલાવવામાં સફળ રહ્યા હતા.તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવ્યા હતા.
દે સલામી ઇસ તિરંગે કો જિસમે તેરી શાન હૈ,
સર હમેશા ઊંચા રખના જબ, તક દિલમેં જાન હૈ.
જય હિન્દ જય ભારત