top of page
  • Writer's picturegajeravidyabhavanguj

"सजीवो के आशियाने"

Updated: Mar 24, 2022

कौन कहां रहता है|

“जब सुरक्षित होंगे पशु पक्षी हमारे

तब सुरक्षित होंगे भविष्य हमारे”

શિક્ષણ નો અર્થ વર્ગખંડ પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ પૂરતો સીમિત નથી. શિક્ષણની સાથે - સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિઓ નું પણ એટલું જ મહત્વ છે. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ પક્ષીઓ અને પ્રાણીઓના રહેઠાણ થી માહિતગાર થશે.

આ પૃથ્વી પર સજીવસૃષ્ટિમાં નાનામાં નાના જીવજંતુઓ થી લઈને મોટામાં મોટા પ્રાણીઓ ને રહેવા માટે પોતાના અલગ-અલગ રહેઠામ ઘર હોય છે. તેથી દરેક સજીવો દરેક ઋતુમાં સલામતીનો અનુભવ કરી શકે છે અને તે રહેઠાણની અંદર નિર્ભયતાથી રહી શકે છે. તે શાંતિથી રહી શકે છે. તેથી તો કહેવાય છે કે ‘પૃથ્વીનો છેડો એટલે ઘર’ દુનિયામાં આપણે સૌ કોઈ ગમે ત્યાં ફરી એ પરંતુ ઘર જેવી શાંતિ કે ક્યાંય મળતી નથી.

ગજેરા વિદ્યાભવન, કતારગામ પ્રાથમિક વિભાગ ધોરણ-૩ ના વિદ્યાર્થીઓને હિન્દી વિશે માં पाठ :१७ कोन कहा रहता है? અનુસંધાનમાં ધોરણ-3 ના વિદ્યાર્થીઓ પાસે આ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. શિક્ષકદ્વારા વર્ગમાં જુદા - જુદા પ્રાણીઓ અને પક્ષીઓના રહેઠાણ વિશે માહિતી આપવામાં આવી હતી તે મુજબ વિદ્યાર્થીઓએ પશુઓ તેમજ પ્રાણીઓના રહેઠાણ બનાવ્યા હતા.

શાળા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલ પ્રવૃત્તિમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ શાળામાં આવીને આ પ્રવૃતિને અનુરુપ નમુના ખુબ જ સરસ રીતે તૈયાર કર્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા વર્ગના વિદ્યાર્થીઓ આ પાઠને સરળતાથી સમજી શક્યા હતા. પ્રાથમિક કેળવણી ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે તે વિદ્યાર્થીઓ રસપ્રદરીતે ગ્રહણ કરે છે. પથને આધારિત પ્રવૃત્તિઓ દ્વારા અપાતું શિક્ષણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયભૂત થાય છે.

“घरों के निर्माण के लिए,

मनुष्य को बनना पड़ता है इंजीनियर ,

मगर पक्षिओ में जन्म से

होता है ये हुनर|

811 views0 comments
bottom of page