gajeravidyabhavanguj
गीतामृतम्
તેરે ગીર ને મે તેરી હાર નહીં,
તું ઇન્સાન હૈ, અવતાર નહીં, શિર ઉઠા, ચલ ફિર ભાગ
ક્યોકી જીત સંક્ષિપ્ત હૈ, ઉસકા કોઈ સાર નહીં.
સનાતન હિંદુ ધર્મનો સૌથી મોટા ગ્રંથનો જન્મદિવસ એટલે ગીતા જયંતી. આજે ૫૧૮૩ ની ગીતા જયંતી છે.ગીતા એ ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ માંથી નીકળેલી વાણી છે.ગીતામાં કુલ 700 શ્લોક આવેલા છે. ગીતાજી નું વર્ણન કરવું એ કોઈ સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. શ્રીમદ ભગવત ગીતા માત્ર ગ્રંથ નથી, પરંતુ પ્રત્યેક વ્યક્તિને જીવન જીવવાની અને હકારાત્મક રાહ બતાવતો ગ્રંથ છે. It's not a book, but Art of Motivation આ એ ગ્રંથ છે, જેને કારણે માણસ મોટીવેટ થાય છે. મોટાભાગના ધર્મગ્રંથો વાંચ્યા પછી તમે ડી મોટીવેશન થાવ અથવા આ સંસાર અસાર છે. અને એમાંથી ઈશ્વરની અને બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે સંસારમાંથી ભાગી જવાનું મન થાય પણ ભગવદગીતા તમને એમ કહે છે કે નહીં તમારે ભાગવાનું નથી પરંતુ એની વચ્ચે ઊભા રહેવાનું છે. અને આ યુદ્ધ આ સંગ્રામ લડવાનો છે. લાગણીશીલ થયા વિના લડવાનું છે, એક યોદ્ધા બની તમારે તેને પાર કરવાનો છે..આ ગ્રંથને જેટલું ઊંડાણથી સમજવામાં આવે છે. તેટલું જ વ્યક્તિ ઉત્તમ જીવન જીવી શકે છે .જીવનમાં આવતી મુશ્કેલી માં આ ગ્રંથ સાચો માર્ગ બતાવે છે. તેથી જ આ ગ્રંથને પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. મહાભારતના કુરુક્ષેત્રમાં અર્જુન પોતાના સગા સંબંધીઓને જોઈ યુદ્ધ માટે ના પાડે છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ મનુષ્યના કર્મોનું મહત્ત્વ સમજાવે છે. માગશર સુદ એકાદશી નો દિવસ એટલે ગીતાજયંતીના રૂપમાં ઉજવવામાં આવે છે.
ગીતા નામના ગ્રંથને વાંચનાર નો મોક્ષ થાય છે . તેથી આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. ગીતાજી નો જન્મ કળિયુગની શરૂઆત પૂર્વે થયો હતો. ગીતાનો ઉપદેશ જાતિ ધર્મ સંપ્રદાય થી ઉપર છે. ગીતાના ૧૮ અધ્યાય માં મનુષ્ય ના બધા ધર્મ અને કર્મના લેખાજોખા આપવામાં આવ્યા છે. ગીતાના શ્લોક માં મનુષ્યના જીવનનો આધાર રહેલો છે. મનુષ્યનું કર્મ શું છે ધર્મ શું છે. તેનો વિસ્તાર પૂર્વક નું જ્ઞાન ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મુખમાંથી આપેલું છે. ગીતા ના ઉપદેશ દ્વારા શ્રીકૃષ્ણે અર્જુનને ધર્મ ની વાસ્તવિકતાથી અવગત કરાવ્યો છે. ગીતાજી ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે. તેમનો શ્વાસ છે. મનુષ્યના જીવનમાં ઊઠતા દરેક પ્રશ્નનો જવાબ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મુખેથી આપેલો છે. જેનું વર્ણન ગીતાજીમાં કરવામાં આવ્યું છે. ગીતાજીમાં માત્ર મનુષ્યના કર્મ કે ધર્મ નહીં પરંતુ તેના અધિકારની પણ વાત કરવામાં આવી છે. ગીતાજી નો જન્મ મનુષ્ય ધર્મ અને સાચી દ્રષ્ટિથી સમજે તે માટે થયો છે. કળિયુગમાં ભટકતા આપણા જેવા ઘણા અર્જુનને સાચો માર્ગ બતાવવા શ્રીકૃષ્ણ પૃથ્વી પર નથી ત્યારે આ ગીતાજી મનુષ્ય જાતિને સાચો માર્ગ બતાવે છે. સનાતન હિંદુ ધર્મ એક એવો ધર્મ છે જેમાં ગ્રંથની જયંતી મનાવવામાં આવે છે .આનો ઉદ્દેશ્ય એ છે કે મનુષ્ય જાતિમાં ગીતાનું મહત્વ જાળવી રખાય. ગીતાજી એ જ્ઞાન નું સંતાન છે. ગીતાજી વાંચનાર વ્યક્તિ ક્યારે નકારાત્મક વિચારી શકતો નથી. સુખ અને દુઃખ હાર અને જીત બંને પરિસ્થિતિમાં પોતાની જાતને સંતુલિત કરી શકે છે. જે વ્યક્તિ પોતાના જીવનનું કલ્યાણ ઈચ્છા હોય તેમણે ગીતાના અધ્યાયો નું રસપાન કરવું જોઈએ.
ગીતાજી મોટીવેશન(હુંફ) આપનાર ગ્રંથ છે. અને આજની પેઢીને આ જ્ઞાનની સૌથી વધુ જરૂર છે. તેથી જ ગજેરા વિદ્યાભવનમાં ગીતા જયંતી નિમિત્તે ધોરણ-૧ થી ૫ માં ગીતા શ્લોક પઠન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં કુલ 44 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી અને સ્પષ્ટ ઉચ્ચારણ થી ગીતા શ્લોકનું પઠન કર્યું હતું. જ્યારે આપણી સંસ્કૃતિના ભાગરૂપ ની ભાષા સંસ્કૃત વિસરાતી જાય છે. ત્યારે આવા ભૂલકાઓ તેને સાચવવા માટે ના પ્રયત્નો કરી રહ્યા છે. જે ખૂબજ સરાહનીય છે. તેમજ ધોરણ-૬ અને ૭ ના વિદ્યાર્થીઓ ભગવત ગીતાના શ્લોકો નું પઠન તેમજ તેનો ભાવાર્થ સમજાવાની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં 29 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ પોતાના પઠનથી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.