gajeravidyabhavanguj
"आज़ादी का अमृत महोत्सव"
Updated: Jan 26, 2022
" स्वर्ग सा हम देश बनाएंगे
गणतंत्र हम हर वर्ष मनाएंगे।"
ભારત દેશની આગવી ઓળખ એટલે તહેવારોની ઉજવણી. તહેવારો એ આપણી સંસ્કૃતિ છે. આપણો દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં વિવિધ જાતિના લોકો રહે છે. અને તેઓ પોત-પોતાની રીતે અલગ-અલગ તહેવારો ઉજવતા હોય છે.
આપણો દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ હતો. ઈ.સ.1947 ની 15મી ઓગસ્ટે આઝાદ તો થયો પરંતુ દેશ પૂરેપૂરો સ્વતંત્ર થયો ન હતો, તે માટે ભારતના ઘણા દેશના નેતાઓએ અથાગ પ્રયત્ન કર્યા અને 1950ની 26મી જાન્યુઆરીએ આપણો દેશ પૂરેપૂરો સાર્વભોમ અને પ્રજાસત્તાક બન્યો. આ દિવસે આપણા દેશનું બંધારણ અમલમાં મૂકાયું. અને તેની ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં આ દિવસ ખૂબ જ ધૂમધામથી ઊજવાય છે. આપણા રાષ્ટ્રધ્વજમાં જે ત્રણ રંગ છે જેમાં કેસરી રંગ શૌર્ય અને બલિદાન સૂચવે છે, સફેદ રંગ સત્ય અને શાંતિ તેમજ લીલો રંગ એ શ્રદ્ધા અને સમૃદ્ધિનું પ્રતીક સૂચવે છે. તેમાં રહેલ અશોક ચક્ર સતત પ્રગતિ અને વિકાસનું પ્રતિક છે.આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના ' રાજપથ ' ખાતે લહેરાવવામાં આવે છે. અને પછી રાષ્ટ્રગાન શરૂ કરવામાં આવે છે. આ પ્રસંગ બહુ જ ભવ્ય હોય છે કે જેમાં આપણા લશ્કરની ત્રણેય પાંખો લશ્કરી વાહનો સાથે ' રાજપથ ' પર પરેડ કરે છે.
26 મી જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ,તેની સરકાર અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ભારત આ વખતે 26 મી જાન્યુઆરી 2022 ના રોજ 73માં પ્રજાસત્તાક દિન અથવા તો ગણતંત્ર દિવસની ઉજવણી કરશે. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય તહેવાર પર શાળા અને કોલેજોમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાતી હોય છે . તે અનુસંધાનમાં તા:24-01-2022 ને સોમવારના રોજ ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. શિક્ષકો દ્વારા રાષ્ટ્રધ્વજનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. તેમજ આપણી શાળાએ પ્રવૃત્તિ દ્વારા બાળકો દેશ વિશે કંઈક નવું જાણે તે ઉદ્દેશથી ક્વીઝ પણ કરાવવામાં આવી હતી. બાળકોને દેશભક્તિ તરફ પ્રેરિત કર્યા હતા.
નવી શિક્ષણ પદ્ધતિ ગોખણપટ્ટી, ભણવાનો બોજ, પરીક્ષા પધ્ધતિ વગેરે પર ભાર મૂકવાને બદલે બાળક પોતાના ગમતા વિષયો પસંદ કરે અને પ્રવૃત્તિ, પ્રયોગ, હુન્નર દ્વારા શિક્ષણ મેળવે તેના પર ભાર મૂકે તે માટે પ્રવૃત્તિ કરાવવી જરૂરી છે.
"ये जान तिरंगा है , ये शान तिरंगा है,
अरमान तिरंगा है, अभिमान तिरंगा है,
मेरी जान तिरंगा है!